
વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલા એક સિરામિક કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની શ્રમિક યુવાનનું કામ દરમિયાન અકસ્માતે વીજ કરંટ લાગવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર આવેલા ઇન ડિઝાઇન સિરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા રેહાન કલ્લુભાઇ શાહ (ઉ.વ. ૧૯) ગઇકાલે કારખાનામાં લોડીંગ પોઇન્ટ ઉપર લોડીંગ કામ કરતો હોય દરમિયાન માલસામાનની હેરફેર માટે તે રેકડો (લારી) લઈને જઈ રહ્યો હતો…

આ સમયે ત્યાં જમીન પર રહેલા એક પંખાના વાયર ઉપર અકસ્માતે રેકડાનું પૈડું આવી જતા રેહાનને જોરદાર ઇલેક્ટ્રીક શોર્ટ (વીજ કરંટ) લાગતા રેહાનને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0



