વાંકાનેર શહેરની જ્ઞાનગંગા સ્કૂલ ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું બે દિવસ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત,
લોકગીત, ભજન, તબલા વાદન, હાર્મોનિયમ, કાવ્યલેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કામગીરી, સ્કુલ બેન્ડ, ઓર્ગન, કથક, શાસ્ત્રીય કંટય સંગીત સહિતની સ્પર્ધાઓમાં વિવિધ કલાકારોએ પોતાની કલા રજુ કરી હતી. આ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલા કલાકારો આગામી સમયમાં યોજાનાર પ્રદેશ કક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરવા જશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47