વાંકાનેર શહેર ખાતે ચાર જીલ્લાના મુક બધીર યુવાનો માટે ખાસ બધીર ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી (BCTM) દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ, નડિયાદ, સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લાના મુક બધીર યુવાનોની કુલ ચાર ટીમો જોડાઇ હતી…
આ ટુર્નામેન્ટની ફાયનલમાં નડિયાદ અને અમદાવાદની ટીમ વચ્ચે રોમાંચક ફાઈનલ મેચ રમાઇ હતી, જેમાં અમદાવાદની ટીમે ફાઇનલ મેચ જીતીને વિનર કપ પોતાના નામે કર્યો હતો, જ્યારે નડિયાદની ટીમે રનર્સપનું સ્થાન મેળવ્યું હતું. આ બધીર યુવાનોની ટુર્નામેન્ટમાં વાંકાનેરના ગેલેક્સી રોડવેજ, સહયોગ બેંક, ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ અને ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મ તરફથી આર્થિક સહયોગ મળ્યો હતો. તેમજ ઉસ્માનભાઈ મોદી, બાદી હુસેનભાઈ અને ડેકાવડીયા મહમદભાઈ તરફથી ભોજન, પાણી રહેઠાણ અને સાધન સામગ્રી જેવી જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આયોજકોએ આર્થિક સહયોગ આપનાર તમામ દાતાઓ, સમર્થકો અને દર્શકોનો હૃદયથી આભાર માન્યો હતો…
આ ઇવેન્ટની સફળતાના આધારે, BCTM ભવિષ્યમાં આઠ ટીમોને સામેલ કરીને ટુર્નામેન્ટનું વિસ્તરણ કરવાનું લક્ષ્ય રાખે છે. આ પગલાથી માત્ર ક્રિકેટને જ નહીં, પણ સામુદાયિક જોડાણ અને સામાજિક જવાબદારીને પણ પ્રોત્સાહન મળશે તેમ આયોજકોએ જણાવ્યું હતું…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47