વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી એક સીએનજી રીક્ષાને રોકી તલાશી લેતા તેમાંથી મોટા જથ્થામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં રૂ. 1.06 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી એક સીએનજી રીક્ષા નં. GJ 03 BY 5466 ને રોકી તલાશી લેતા તેમાંથી 320 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં આરોપી વીકીભાઈ બટુકભાઈ સોલંકી (ઉ.વ. ૩૦, રહે. પોપટપરા, રાજકોટ) અને ભરતભાઈ હરીભાઈ જાડેજા (ઉ.વ. ૫૨, રહે. કુબલીયાપરા, રાજકોટ) ની દેશી દારૂ તથા રીક્ષા સહિત કુલ રૂ. 1,06,400 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp