નગરપાલિકા દ્વારા ચક્રવાત ન્યુઝમાં અહેવાલ પ્રસિદ્ધ થયાની ગણતરીની કલાકોમાં તુટેલા ભુગર્ભ ગટરના ઢાંકણા નવા નંખાયા….
વાંકાનેર શહેરમાં ઘણી જગ્યાએ ભુગર્ભ ગટરના ઢાંકણાઓ તુટી ગયા હોય જેનાથી નાગરિકો પર સતત અકસ્માતનો ખતરો તોળાઇ રહ્યો હોય, જે બાબતે ગઇકાલે ચક્રવાત ન્યુઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાતાં બાબતે સફાળા જાગેલા પાલીકા તંત્ર દ્વારા રાતોરાત તુટેલા ભુગર્ભ ગટરના ઢાંકણાઓ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી….
બાબતે મિડિયા અહેવાલ બાદ નગરપાલિકાએ જાગૃતતા દાખવી તાત્કાલિક ધોરણે રાતોરાત નાગરિકોની સલામતી માટે તુટેલા ભુગર્ભ ગટરના ઢાંકણાઓ બદલી નવા નાંખી દેવાતા શહેરીજનો પરથી અકસ્માતનો ખતરો ટળ્યો છે. જનહિતમાં વાંકાનેર નગરપાલિકાની ત્વરિત કામગીરીની પહેલ આવકાર દાયક છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp