Thursday, August 27, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જાલસીકા ગામમાં દીપડીએ બે બચ્ચાંને જન્મ આપ્યો, ગાયનું મારણ કરતા સ્થાનિકોમાં...

    વાંકાનેરના જાલસીકા ગામમાં દીપડીએ બે બચ્ચાંને જન્મ આપ્યો, ગાયનું મારણ કરતા સ્થાનિકોમાં ફફડાટ….

    વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા સતત વધી રહ્યા છે, જેમાં જાલસીકા ગામમાં આવેલી એક ખેડૂતની વાડીમાં દીપડીએ બે બચ્ચાંને જન્મ આપતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. દીપડી દ્વારા એક ખેડૂતની ગાયનું શિકાર (મારણ) કરવામાં આવતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે…

    મળતી માહિતી મુજબ, જાલસીકા ગામની સીમમાં ખેડૂતની વાડીમાં દીપડીએ આશ્રય લીધો છે અને ત્યાં જ બે બચ્ચાંને જન્મ આપ્યો છે. સામાન્ય રીતે બચ્ચાંને જન્મ આપ્યા બાદ માદા દીપડી વધુ આક્રમક બની જતી હોય છે. તાજેતરમાં જ આ દીપડીએ વાડીમાં બાંધેલી એક ગાયનું મારણ કર્યું હતું. આ ઘટનાને પગલે ગામલોકો અને ખાસ કરીને ખેતરોમાં મજૂરી કામ કરતા શ્રમિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    https://chat.whatsapp.com/GiPDDC7EwD1CsGSIWmtTTx

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!