બાઇક ચાલકના હાથ પર ડમ્પરના વ્હીલ ફરી વળતાં ઇજાગ્રસ્તનો હાથ કપાયો, પોલીસ ફરિયાદ નોંધાઈ….
વાંકાનેરના સ્ટેશન રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં બેફામ ગતિએ માતેલા સાંઢની જેમ દોડતાં એક ડમ્પરના ચાલકે અચાનક કાવું મારી રોડ પરથી પસાર થતા બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલકના હાથ ઉપર ડમ્પરનું વ્હીલ ફરી વળતાં ઇજાગ્રસ્તનો હાથ કાપવો પડ્યો હતો, અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન લઇ નાસી ગયો હતો, જે બાદ હાલ આ મામલે ઇજાગ્રસ્તએ ડમ્પર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અલીભાઇ હસનભાઇ સબીબી (ઉ.વ. ૬૩, રહે. એકતા સોસાયટી, વાંકાનેર) ગત તા.૨૮ના રોજ મીલપ્લોટથી પોતાનું કામ પતાવી તેમનું બાઇક લઇને ઘરે જઇ રહ્યા હોય ત્યારે સ્ટેશન રોડ પર પટેલ સમાજની વાડી સામેથી માતેલા સાંઢની જેમ દોડતાં એક ડમ્પર નં. GJ 13 W 1231 ના ચાલકે કાવુ મારી ફરિયાદીના બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અલીભાઈ બાઈક સહીત પડી જતા તેમનાં જમણાં હાથ પર ડમ્પરના વ્હીલ ફરી વળતાં હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં સારવાર દરમ્યાન ઓપરેશન કરી ઇજાગ્રસ્તનો કોણીથી ઉપર હાથ કાંપી નખાયો હતો….
આ બનાવમાં અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું ડમ્પર પુર ઝડપે બેદકારી પુર્વક ચલાવી નાશી જઇ ગયો હતો. જેમાં હોસ્પિટલ ખાતેથી સારવાર લીધા બાદ આ મામલે ઇજાગ્રસ્તે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ડમ્પર ચાલક સામે વિધિવત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65