વાંકાનેર તાલુકાના રાજાવલા ગામ ખાતે રહેતો યુવાન તેની માતાને બહેનના ઘરે તેડવા ગયો હોય ત્યારે શેરીમાં ઉભેલ એક શખ્સ સામે જોઇ ગાળો બોલતો હોય, જેને ગાળો આપવાની ના પાડતા સારું નથી લાગતા બાબતે આરોપીએ યુવાનને દંડો ફટકારી માર માર્યો હતો, જેથી બાબતે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના જુના રાજાવડલા ગામે વાડી વિસ્તારમાં રહેતા ફરિયાદી વિશાલભાઇ ગોરધનભાઇ દેત્રોજા (ઉ.વ. ૨૬)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ભરત ગોવિંદભાઇ ગમારા (રહે. રાજાવડલા) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી વિશાલભાઈ તેની બહેનના ઘરે પોતાની માતાને તેડવા ગયેલ હોય ત્યારે આરોપી ભરત ગોવિંદભાઇ ગમારાએ વિશાલભાઈને રસ્તામા રોકી ગાળો દેતા ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતાં આરોપીએ ધોકા વતી હુમલો કરી વિશાલભાઈને જમણા હાથે મુંઢ માર માર્યો હતો, જેથી આ બનાવમાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65