વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામના સરપંચ, સામાજિક-રાજકીય-સહકારી આગેવાન એવા રસુલભાઇ ખોરજીયાનો આજે જન્મદિવસ છે, જેઓ છેલ્લા બે દાયકાથી વધારે સ્થાનિક રાજકારણમાં સક્રિય રહી લોક સેવાના કામો કરી રહ્યા છે. આ સાથે જ તેઓ ચાર ટર્મથી દિઘલીયા ગામના સરપંચ તરીકે ચુંટાઇ આવી જન સેવા આપી રહ્યા છે, જે તેમની સ્થાનિક રાજકારણમાં પકડ તથા બહોળી લોકચાહનાને ઉજાગર કરે છે…

કોંગ્રેસ પક્ષને વફાદાર રસુલભાઈ ખોરજીયા સતત ચાર ટર્મથી દિઘલીયા ગામના સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા હોય સાથોસાથ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સહકારી ક્ષેત્રમાં પણ ઉમદા કામગીરી કરી રહ્યા છે. જેમાં છેલ્લા બે દાયકાથી સ્થાનિક ગ્રામ પંચાયતમાં એકહથ્થુ શાસન સાથે તાજેતરમાં યોજાયેલ તાલુકા તથા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમની સક્રિયતા અને કડી મહેનતથી કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો વિપરીત પરિસ્થિતિમાં પણ જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા, જે તેમની સક્રિય જાહેર જીવનની સફળતા દર્શાવે છે…

રસુલભાઈ ખોરજીયા આજે પોતાના જીવનના 59 વર્ષ પુરા કરી 60માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય, ત્યારે તેમના જન્મદિવસની સગા-સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો તથા સામાજિક અને રાજકીય આગેવાનો તેમના મોબાઈલ નંબર 97278 73202 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી રસુલભાઈ ખોરજીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….




