Tuesday, August 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ મુંબઈના વૃદ્ધાની જમીન પર દુકાનો બનાવી ભાડે ચડાવી...

    વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ મુંબઈના વૃદ્ધાની જમીન પર દુકાનો બનાવી ભાડે ચડાવી દેનાર રાજકોટના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો….

    વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે આવેલ મુંબઈના વૃદ્ધાની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજો કરી, ત્યાં પાકી બિલ્ડીંગ અને દુકાનો બનાવી તેને ભાડે આપી દેવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે મુંબઈના વૃદ્ધાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે રાજકોટના શખ્સ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે…

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષીય વૃદ્ધા રશ્મિબેન વિશનજીભાઈ ઠક્કરે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામમાં સર્વે નંબર ૨૩માં ફરિયાદી રશ્મિબેન અને તેમના બહેન સોનલબેન ઠક્કર (રહે. મુંબઈ)ની સંયુક્ત માલિકીની કુલ ૭૬૨.૩૬ ચોરસ મીટર ખુલ્લી જમીન આવેલી છે. આ માલિકીની જમીનમાંથી ૧૯૬.૩૬ ચોરસ મીટર જેટલી જગ્યા પર આરોપી વિરમ ઘેલાભાઈ ભરવાડ (રહે. રાજકોટ)એ બળજબરીથી અને ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો હતો….

    આરોપીએ માત્ર જમીન પર કબજો જ નહોતો કર્યો, પરંતુ ત્યાં ગેરકાયદેસર રીતે પાકી બિલ્ડીંગ અને દુકાનોનું બાંધકામ પણ કરી દીધું હતું. ત્યારબાદ આ દુકાનો અન્ય લોકોને ભાડે આપીને તેમાંથી આર્થિક લાભ મેળવવાનું પણ શરૂ કરી દીધું હતું. પોતાની કિંમતી જમીન પર અન્ય શખ્સ દ્વારા કબજો કરી બાંધકામ કરી લેવામાં આવ્યું હોવાની જાણ થતાં વૃદ્ધાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ગેરકાયદેસર કબજો અને બાંધકામ ગત તા. ૦૮-૦૨-૨૦૨૫ પહેલાના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે…

    હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે રશ્મિબેન ઠક્કરની ફરિયાદના આધારે આરોપી વિરમ ઘેલાભાઈ ભરવાડ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને ઝડપી પાડવા તેમજ જમીન મુક્ત કરાવવા માટે આગળની સઘન તપાસ હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!