અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ અને અનેક સામાજિક – સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા પત્રકાર જગતના દિગ્ગજ એવા જિજ્ઞેશભાઈ કાલાવડિયાનો આજે જન્મદિવસ છે. આજરોજ યશસ્વી જીવનના 47 વર્ષ પૂર્ણ કરનાર જિજ્ઞેશ કાલાવડિયાએ તેમનાં સંઘર્ષ મય જીવનમાં અનેક ક્ષેત્રે ખેડાણ કરી ને લાખો યુવાનો માટે પથ દર્શકની ભૂમિકા નિભાવી છે. પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે દેશભરમાં તેઓ પત્રકારોની આર્થિક, સામાજિક અને શારીરિક સુરક્ષા હેતુ અભિયાન ચલાવી રહ્યા છે, જે અંતર્ગત છત્તીસગઢ સરકારે પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરેલ છે અને બીજા અનેક રાજ્યોમાં તે વિચારાધીન છે.
તેઓએ દૈનિક લોક સમર્થન, હિન્દી દૈનિક લોક સ્વામી અને દૈનિક સૌરાષ્ટ્ર આસપાસના તંત્રી તરીકે પત્રકાર જગતમાં ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમમાં નોંધપાત્ર કામગીરી કરેલી છે. લોક સમર્થન દૈનિકના માધ્યમથી સૌરાષ્ટ્રમાં અનેક કૌભાંડો તેઓએ ઊજાગર કર્યા છે. શહીદ ભગતસિંહની વિચારધારાને વરેલા હોય તેઓ “ભગતસિંહ ક્રાંતિ દળ” અને “ગુજરાત યુવા પરિષદ” માધ્યમથી સતત યુવાનોમાં રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી વિચારધારાના પ્રચાર પ્રસારનું કામ કરી રહ્યા છે.
હાલમાં તેઓ રાજકોટ અને ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં દૈનિક “ચક્રવાત” નાં મેનેજિંગ તંત્રી અને રાજકોટથી પ્રસિદ્ધ થતાં હિન્દી દૈનિક “ન્યાય કા પ્રહરી” માં એસોસિયેટ એડિટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમનાં જન્મદિન પર આજે દેશ – વિદેશમાં ફેલાયેલા તેમનાં વિશાળ મિત્ર વર્તુળ અને શુભેચ્છકો તરફથી તેઓને તેમનાં મોબાઈલ નં. 98250 20064 પર શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી પરિવારના મોભી જીજ્ઞેશભાઈ કાલાવડીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….