Tuesday, August 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા...

    વાંકાનેર : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ….

    ગુજરાત અને દેશના ગૌરવ સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણ અને પર્યાવરણ જતન અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી વાંકાનેર સ્થિત શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના શિક્ષણ વિભાગના માર્ગદર્શન અને પ્રેરણાથી આ કાર્યક્રમ યોજાયો હતો….

    આ જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન સંસ્થાના પ્રમુખ અમરશીભાઈ મઢવીના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમમાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાથમાં વિવિધ બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે વિદ્યાર્થિનીઓએ સિંહ બચાવો – વન બચાવો, ગીરનું ગૌરવ – સિંહનું સંરક્ષણ, વન્યજીવોનું રક્ષણ – આપણી ફરજ જેવ પ્રેરણાદાયક સૂત્રોચ્ચાર દ્વારા વિદ્યાર્થિનીઓએ સમગ્ર નગરમાં આકર્ષણ જમાવ્યું હતું અને નાગરિકોમાં સિંહ તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ અંગે ભારે જાગૃતિ ફેલાવી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!