ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં વાંકાનેરની નામાંકિત જ્ઞાનગંગા સ્કૂલે અભૂતપૂર્વ અને શાનદાર સફળતા હાંસલ કરીને સમગ્ર પંથકમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. શાળાના વિદ્યાર્થીઓના ઝળહળતા પ્રદર્શનને પગલે જ્ઞાનગંગા સ્કૂલે સાચા અર્થમાં ‘KING OF SCIENCE’ (કિંગ ઓફ સાયન્સ)નું બિરુદ પ્રાપ્ત કર્યું છે….

વાંકાનેર કેન્દ્રના ટોપ-10 વિદ્યાર્થીઓની યાદીમાં સૌથી વધુ 7 વિદ્યાર્થીઓ માત્ર જ્ઞાનગંગા સ્કૂલના છે. જેમાં વિશેષ અને ગૌરવરૂપ સિદ્ધિ એ છે કે, વાંકાનેર કેન્દ્રના પ્રથમ ત્રણે ત્રણ (1st, 2nd, 3rd) ક્રમાંક પર જ્ઞાનગંગા સ્કૂલના જ તેજસ્વી તારલાઓએ કબજો જમાવ્યો છે. સાથે જ શાળાના તેજસ્વી વિદ્યાર્થી બાવળીયા મિલન કિશનભાઈએ 99.88 PR સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળા, પરિવાર અને સમગ્ર વાંકાનેરનું નામ રોશન કર્યું છે….

આજના આ હરીફાઈના યુગમાં ધોરણ 11 અને 12 સાયન્સનું પરિણામ વિદ્યાર્થીઓની કારકિર્દીની દિશા નક્કી કરતું હોય છે. જ્ઞાનગંગા સ્કૂલના આ ઐતિહાસિક પરિણામે સાબિત કરી દીધું છે કે શાળાનું શૈક્ષણિક સ્તર અને શિક્ષકોની મહેનત સર્વોત્તમ છે. ભવિષ્યમાં મેડિકલ (ડોક્ટર) કે એન્જિનિયરિંગ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનગંગા સ્કૂલ આશાનું કિરણ બની છે. શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ, આધુનિક સુવિધાઓ અને સતત માર્ગદર્શનના કારણે આજે ધોરણ 11-12 સાયન્સમાં પ્રવેશ મેળવવા માટે જ્ઞાનગંગા સ્કૂલ, વાંકાનેરના વિદ્યાર્થીઓ તેમજ જાગૃત વાલીઓની સર્વપ્રથમ પસંદગી બની ચૂકી છે….

કે.જી. / નર્સરીથી ધોરણ 12 સુધીમાં એડમીશન પ્રક્રીયા શરૂ…
જ્ઞાનગંગા સ્કુલ
આરોગ્યનગર, વાંકાનેર
Mo. 92658 67687
Mo. 93133 97318





