
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં વાંકાનેરની બંધુસમાજ હોસ્પિટલ પાસેથી ચોરાયેલા મોટરસાયકલ સાથે પોલીસે રાજકોટના એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરની બંધુસમાજ હોસ્પિટલની બાજુમાં આવેલા શ્રીજી નિવાસ પાસેથી બે દિવસ પુર્વે એક એક્સેસ બાઇક ચોરી થયેલ હોય, જે મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ મારફતે તપાસ કરી ચોરી થયેલ સુઝુકી એક્સેસ મોટરસાયકલ નંબર GJ-03-JN-9244 (કિંમત રૂ. ૩૦,૦૦૦) સાથે આરોપી અલિહુસેન કુર્બાનહુસેન લક્ષ્મિધર (રહે. કેશવ વિલા એપાર્ટમેન્ટની બાજુમાં, મકાન નં-૦૩, મોર્ડન સ્કૂલની આગળ, ભગવતીપરા, રાજકોટ) ની રાજકોટ ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….




