વાંકાનેર પંથકમાં સાયન્સના પરિણામોમાં એકહથ્થુ શાસન : ‘જ્ઞાનગંગા સ્કૂલ’ બની કિંગ ઓફ સાયન્સ, ગુજકેટ અને જેઇઇ મેઇન !

માર્ચ-2026માં જાહેર થયેલા ધોરણ 12 સાયન્સ, ગુજકેટ અને JEE Main ના પરિણામોએ સમગ્ર વાંકાનેર પંથકમાં ખુશીનો માહોલ સર્જી દીધો છે. શિક્ષણ ક્ષેત્રે પોતાની ઉત્કૃષ્ટ કામગીરી માટે જાણીતી જ્ઞાનગંગા સ્કૂલે પોતાની સિદ્ધિઓમાં વધુ એક સુવર્ણ સોપાન ઉમેરતા અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શાળાના વિદ્યાર્થીઓએ માત્ર વાંકાનેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પોતાનો ડંકો વગાડ્યો છે…


જ્ઞાનગંગા સ્કૂલ : KING OF GUJCET
ગુજકેટ (GUJCET) 2026 ના પરિણામોમાં જ્ઞાનગંગા સ્કૂલે અકલ્પનીય પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીના પરિણામની ટકાવારીના તમામ રેકોર્ડ બ્રેક કરીને શાળાએ ” કિંગ ઓફ ગુજકેટ ” નું બિરુદ સાર્થક કર્યું છે. નવો ઐતિહાસિક રેકોર્ડમાં શાળાના 2 વિદ્યાર્થીઓ જાડેજા સ્નેહરાજસિંહ સત્યપાલસિંહ અને બાવળીયા મિલન કિશનભાઇએ 120 માંથી રેકોર્ડબ્રેક 118.75 માર્ક્સ મેળવીને સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે…

વાંકાનેર કેન્દ્રના ટોપ-10 વિદ્યાર્થીઓમાં સૌથી વધુ 13 વિદ્યાર્થીઓ માત્ર જ્ઞાનગંગા સ્કૂલના છે. ગુજકેટના આ કઠિન પ્રશ્નપત્રમાં પણ 100 થી વધુ માર્ક્સ મેળવનાર જ્ઞાનગંગા સ્કૂલના કુલ 21 વિદ્યાર્થીઓ છે…

જ્ઞાનગંગા સ્કૂલ : KING OF JEE MAIN
એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવાતી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા JEE MAIN માં શાળાના વિદ્યાર્થીઓએ અદભુત પ્રદર્શન કર્યું છે. સમગ્ર વાંકાનેર કેન્દ્રના ટોપ-10 માં સૌથી વધુ 9 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના રહ્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમથી લઈને નવમા ક્રમ સુધીના સળંગ 9 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના જ છે, જ્યારે અન્ય સ્કૂલનો માત્ર એક જ વિદ્યાર્થી ટોપ-10 માં સ્થાન મેળવી શક્યો છે. આ ઝળહળતી સફળતા જ તેને ખરા અર્થમાં KING OF JEE MAIN સાબિત કરે છે…

જ્ઞાનગંગા સ્કૂલ : KING OF SCIENCE
માર્ચ-2026ના ધોરણ 12 સાયન્સ બોર્ડના પરિણામમાં પણ શાળાની સિદ્ધિઓ બેજોડ રહી છે. સમગ્ર વાંકાનેર કેન્દ્રના ટોપ-10 માં પ્રથમ ક્રમાંક મેળવવાની સાથે સાથે, ટોપ-10 માં શાળાના કુલ 7 વિદ્યાર્થીઓએ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. બોર્ડની પરીક્ષામાં સતત ઉત્કૃષ્ટ પરિણામ આપવાના કારણે જ્ઞાનગંગા સ્કૂલ KING OF SCIENCE તરીકે પ્રસ્થાપિત થઈ છે…

GOAL : જ્ઞાનગંગા સ્કુલ KING OF NEET
JEE અને GUJCET માં ઐતિહાસિક સફળતા બાદ, હવે શાળાની નજર આગામી જૂન-2026 માં જાહેર થનારા મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET ના પરિણામ પર છે. શાળાના સંચાલકો અને નિષ્ણાંત શિક્ષકોના મતે NEET ની પરીક્ષામાં પણ જ્ઞાનગંગા સ્કૂલ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી અદભુત, અવિશ્વસનીય અને અકલ્પનીય પરિણામ લાવવા જઈ રહી છે. 720 માર્ક્સમાંથી હાઈએસ્ટ 680, 675, 670 અને 650 માર્ક્સ સાથે, 650 થી વધુ ગુણ મેળવનારા 4 વિદ્યાર્થીઓ અને 600 થી વધુ ગુણ મેળવનારા 8 વિદ્યાર્થીઓ મેદાન મારશે તેવી સંભાવના શાળાએ વ્યક્ત કરી છે. આ ભવ્ય પરિણામોની સંભાવના સાથે જ્ઞાનગંગા સ્કૂલ ટૂંક સમયમાં જ KING OF NEET નો તાજ પણ પોતાના શિરે પહેરશે…

કે.જી. / નર્સરીથી ધોરણ 12 સુધીમાં એડમીશન પ્રક્રીયા શરૂ…
જ્ઞાનગંગા સ્કુલ
આરોગ્યનગર, વાંકાનેર
Mo. 92658 67687
Mo. 93133 97318







