Wednesday, May 6, 2026
More
    Homeમુખ્ય સમાચારલાખો વિદ્યાર્થીઓનો ઇંતેજાર ખતમ, આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ....

    લાખો વિદ્યાર્થીઓનો ઇંતેજાર ખતમ, આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ….

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા છે. જોકે, ધોરણ 10ના વિદ્યાર્થીઓને વધારે રાહ નહીં જોવી પડે કારણ કે આવતી કાલે 6 મે 2026ના રોજ પરિણામ જાહેર થશે. બુધવારે સવારે 10 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે, જેનાથી ધોરણ 10ના લાખો વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવશે….

    ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ઓનલાઇન જોઈ શકશે.‌..

    ધોરણ 10નું પરિણામ જોવા માટે આ સ્ટેપ ફોલો કરો…

    સ્ટેપ 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ: gseb.org ની મુલાકાત લો.
    સ્ટેપ 2 : હોમપેજ પર ‘SSC Result 2026’ લિંક પર ક્લિક કરો.
    સ્ટેપ 3 : તમારો 6-અંકનો સીટ નંબર દાખલ કરો.
    સ્ટેપ 4 : ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
    સ્ટેપ 5 : તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
    સ્ટેપ 6 : provisional marksheet ડાઉનલોડ કરો અથવા ભવિષ્યના સંદર્ભ માટે સ્ક્રીનશોટ સાચવી રાખો…

    WhatsApp દ્વારા તાત્કાલિક તમારૂં પરિણામો મેળવો…

    ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 પરિણામ 2026 ના પ્રકાશન સમયે ભારે વેબસાઇટ ટ્રાફિકને કારણે સર્વર ધીમું પડી શકે છે. આને ધ્યાનમાં રાખીને બોર્ડે WhatsApp આધારિત પરિણામ સેવા પણ શરૂ કરી છે. વિદ્યાર્થીઓ તેમનો સીટ નંબર +91 63573 00971 પર WhatsApp કરી શકે છે. ત્યારબાદ પરિણામ સીધા જવાબ સંદેશ તરીકે પ્રાપ્ત થશે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!