Wednesday, June 10, 2026
More
    Homeમુખ્ય સમાચારગુજરાતમાં અનામત કૌભાંડના તાર વાંકાનેર સાથે જોડાયા : એક જ પિતાના બે...

    ગુજરાતમાં અનામત કૌભાંડના તાર વાંકાનેર સાથે જોડાયા : એક જ પિતાના બે સગા પુત્ર, એક OBC અને બીજો ST !

    વાંકાનેર તાલુકાના વંસુધરા ગામના બે યુવાનોએ અલગ અલગ જાતિના સર્ટિફિકેટ પર સરકારી નોકરી મેળવી : એક યુવાનને તો 2021માં અરણીટીંબા તાલુકા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી નાખી….

    ગુજરાતની સરકારી ભરતી અને સિસ્ટમની એક મોટી પોલ ખોલતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિજ્ઞાન અને કાયદાને પડકારતો આ કિસ્સો વાંકાનેર તાલુકાના વસુંધરા ગામના એક પરિવારનો છે, જ્યાં સરકારી લાભ અને નોકરીઓ મેળવવા એક જ પિતાના બે જુડવા ભાઈઓએ અલગ-અલગ જ્ઞાતિના પ્રમાણપત્રો રજૂ કર્યા હોવાના સજ્જડ દસ્તાવેજી પુરાવાઓ સામે આવ્યા છે, જે સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કૌભાંડ ઉજાગર કર્યું છે…

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામના રહેવાસી પિતા રેવાભાઈ હમીરભાઈ સરસૈયાના બે પુત્રોમાંથી મોટો પુત્ર હરેશ રેવાભાઈ સરસૈયાએ રેવન્યુ તલાટીની નોકરી SEBC (OBC) કેટેગરીમાં મેળવે છે, જ્યારે તેના નાના ભાઈ નવઘણ રેવાભાઈ સરસૈયાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની નોકરી ST (આદિવાસી) કેટેગરીમાં મેળવી છે. આ સાથે જ નાનો ભાઈ નવઘણ વર્ષ 2021 માં બોગસ ST સર્ટિફિકેટના આધારે વાંકાનેર તાલુકા પંચાયતની આર્ણીટીંબા ST અનામત બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી ચૂક્યો છે.

    આ સાથે જ ૭/૧૨ના ઉતારા (ખાતા નં. ૪૮) મુજબ આ પરિવાર પાસે ૧૫ વીઘા ખેતીની જમીન છે અને એક ભાઈ ૨૦૧૫થી તલાટી તરીકે સરકારી પગાર મેળવે છે. છતાં, સરકારી ગ્રાન્ટ પચાવવા આખા પરિવારે મનરેગામાં ‘ગરીબ શ્રમિક’ તરીકે ફોર્મ ભર્યા, જેમાં પણ ભાઈઓએ પોતાની જ્ઞાતિ અલગ-અલગ દર્શાવી છે.

    ત્યારે આ સમગ્ર મામલે સાચા આદિવાસી અને OBC ઉમેદવારોના હક પર તરાપ મારનારા આ બંને ભાઈઓ અને બોગસ પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર સક્ષમ અધિકારીઓ સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. યુવા સંગઠનો દ્વારા હાઇ-લેવલ વિજિલન્સ તપાસ (Vigilance Inquiry), બંને કર્મચારીઓનું તાત્કાલિક સસ્પેન્શન, લીધેલા પગારની વસૂલાત અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૮ (છેતરપિંડી) અને ૩૩૬ (ખોટા દસ્તાવેજો) હેઠળ ફોજદારી FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી છે,‌ ત્યારે હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે…?

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!