Monday, October 5, 2026
More
    Homeમુખ્ય સમાચારગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વાંકાનેર બાર એસોસિએશન દ્વારા કોર્ટ કામકાજથી અલિપ્ત રહી...

    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વાંકાનેર બાર એસોસિએશન દ્વારા કોર્ટ કામકાજથી અલિપ્ત રહી વિરોધ નોંધાવાયો….

    ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા ‘ગુજરાત ભાડા વિધેયક (રેન્ટ એક્ટ) ૨૦૨૬’ ની કેટલીક જોગવાઈઓના વિરોધમાં વાંકાનેર બાર એસોસિએશને આક્રમક વલણ અપનાવ્યું છે. નવા કાયદામાં કોર્ટની સત્તા અધિકારીઓને સોંપવાના વિરોધમાં વાંકાનેરના વકીલોએ બે દિવસની પ્રતિક હડતાલ પાડીને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર બાર એસોસિએશન દ્વારા તાજેતરમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા રેન્ટ એક્ટ ૨૦૨૬ માં ફેરફાર કરી અત્યાર સુધી જે સત્તા કોર્ટ પાસે હતી, તે હવે મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી કલેક્ટરને આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેની સામે વકીલ મંડળનું સ્પષ્ટ માનવું છે કે, જો આ જોગવાઈ અમલમાં આવશે તો આગામી સમયમાં પક્ષકારો અને વકીલોને ન્યાય મેળવવામાં ખૂબ જ હાલાકી અને તકલીફોનો સામનો કરવો પડશે. જેથી ન્યાયિક હિતમાં આ જોગવાઈઓને કાયદામાંથી સત્વરે દૂર કરવી અત્યંત જરૂરી છે….

    આ કાયદામાં જરૂરી સુધારા કરવા અને કાળા કાયદાનો વિરોધ દર્શાવવા માટે વાંકાનેર બાર એસોસિએશ દ્વારા ઠરાવ પસાર કરી શનિવાર અને સોમવારના રોજ વાંકાનેર કોર્ટમાં બે દિવસીય પ્રતિક હડતાલ પર ઉતરી કોર્ટે કાર્યવાહીથી અલિપ્ત રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!