Sunday, November 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ભલગામ નજીક ટ્રાફિકમાં ઉભેલી બે કારને બેફામ દોડતા ડમ્પરે હડફેટે લેતાં...

    વાંકાનેરના ભલગામ નજીક ટ્રાફિકમાં ઉભેલી બે કારને બેફામ દોડતા ડમ્પરે હડફેટે લેતાં સર્જાયો અકસ્માત….

    રાજકોટ-ચોટીલા નેશનલ હાઇવે પર વાંકાનેર તાલુકાના ભલગામ પેટ્રોલ પંપ નજીક ટ્રાફિક જામમાં ઉભેલી બે કારને સામેથી પૂરઝડપે આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું, જોકે સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થતા જાનહાનિ ટળી હતી….

    બનાવની મળતી વિગતો મુજબ, જામનગર સ્થિત એસ્સાર પાવર કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) તરીકે ફરજ બજાવતા પ્રીતમકુમાર બેનીમાધવ સિંહ (ઉ.વ. 41) ગત તારીખ 20 નવેમ્બર, 2026ના રોજ પોતાની પત્ની અને દીકરી સાથે કાર (નં. GJ-10-EH-2816) લઈને જામનગરથી ગાંધીનગર દર્શનાર્થે જઈ રહ્યા હોય ત્યારે બામણબોરથી આગળ રોડનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પર ભલગામ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે તેઓએ પોતાની કાર લાઈનમાં ઉભી રાખી હતી, જ્યારે તેમની આગળ સામતભાઈ વિહાભાઈ ઘાંઘળની કિયા સેલ્ટોસ કાર (નં. GJ-03-PJ-1935) ઉભી હતી…

    આ દરમિયાન ચોટીલા તરફથી સામેથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા ડમ્પર નં. GJ-27-TG-9607ના ચાલકે ડમ્પરને પોતાની લાઈનમાંથી અચાનક કાવું મારી સામેની લાઈનમાં ઘૂસાડી દીધું હતું. ડમ્પરે પહેલા આગળ ઉભેલી કિયા સેલ્ટોસ કારને અને ત્યારબાદ પ્રીતમકુમારની કારને જોરદાર ઠોકર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.

    રાત્રીના સમયે બનેલા આ અકસ્માતમાં બંને કારના દરવાજા, બમ્પર, બોનેટ અને લાઈટ સહિતના ભાગે મોટું નુકસાન થયું હતું. પરંતુ સદનસીબે બંને કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે રાજકોટ-અમદાવાદ વચ્ચેના મુખ્ય હાઇવે પર કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સમગ્ર મામલે પ્રીતમકુમાર સિંહે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!