Sunday, November 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ઢુવા ચોકડી પાસે ઓસમ થાઈ સ્પા માં મોરબી એસઓજી ટીમનું...

    વાંકાનેર : ઢુવા ચોકડી પાસે ઓસમ થાઈ સ્પા માં મોરબી એસઓજી ટીમનું ચેકિંગ, જાહેરનામાના ભંગ બદલ મહિલા સંચાલિકા સામે ગુનો નોંધાયો….

    મોરબી એસ.ઓ.જી.ની ટીમે વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી વિસ્તારમાં આવેલા સ્પામાં તપાસ હાથ ધરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં નિયમોનું પાલન ન કરવા બદલ સ્પાના મહિલા સંચાલિકા વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી SOG ની ટીમ આજે બપોરના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ હોય દરમિયાન ઢુવા ચોકડી ખાતે રવિરાજ હોટલની બાજુમાં આવેલ ‘ઓસમ થાઈ સ્પા’ માં ચેકિંગ હાથ ધરતા તપાસ દરમિયાન સ્પાનું સંચાલન કરતા હકુબેન રાજેશભાઈ ભવાણીયા (ઉં.વ. ૩૨, રહે. મકનસર ભક્તિનગર-૨, મોરબી; મૂળ રહે. થાનગઢ) દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું….

    પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે સંચાલિકાએ સ્પામાં કામ કરતા બે વર્કરોના બાયોડેટા સાથે ફોર્મ ભરીને પોલીસ મથકમાં તેમની ફરજિયાત નોંધણી કરાવી ન હતી. આ ઉપરાંત, સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ પણ જાહેરનામાની માર્ગદર્શિકા મુજબ રાખવામાં આવ્યું ન હતું. આ બેદરકારી બદલ પોલીસે મહિલા સંચાલિકા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!