Sunday, November 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના તરકીયા ગામની સીમમાં 26 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી...

    વાંકાનેરના તરકીયા ગામની સીમમાં 26 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં 26 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે….

    મળતી માહિતી મુજબ, મૂળ ચોટીલા તાલુકાના નારીયેળી ગામના વતની અને હાલ વાંકાનેરના તરકીયા ગામની સીમમાં રહેતા સંજયભાઈ બીજલભાઈ સરવૈયા (ઉ.વ. 26) એ તરકીયા ગામની સીમમાં આવેલી વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેનું મોત નીપજ્યું હતું.

    આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, જે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!