Quantity નહી પરંતુ Quality : સતત ઉચ્ચ ગુણાંક સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા….

વાંકાનેર તાલુકાના લાલપર ખાતે આવેલી નામાંકિત ફૈઝ સ્કૂલે શિક્ષણ ક્ષેત્રે પોતાની ઉત્કૃષ્ટતા અને ગુણવત્તા ફરી એકવાર સાબિત કરી છે, જેમાં આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 10 (S.S.C.) ના પરિણામમાં ફૈઝ સ્કૂલે 100% પરિણામો સાથે ઝળહળતી સફળતા મેળવી છે. અત્રે એ ખાસ નોંધનીય છે કે, આ અગાઉ જાહેર થયેલા ધોરણ 12 (H.S.C.) ની બોર્ડ પરીક્ષામાં પણ શાળાનું પરિણામ 100% આવ્યું હતું. આમ, શાળાએ બોર્ડની બંને મુખ્ય પરીક્ષાઓમાં 100% પરિણામ આપીને વાંકાનેર પંથકમાં શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડ્યો છે….

શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે અને પોતાના પરિવાર તથા શાળાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ શાળાના સંચાલક મંડળનું સચોટ માર્ગદર્શન, શિક્ષકોની અથાક મહેનત, શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓની પોતાની દ્રઢ લગન રહેલી છે. આ ડબલ ધમાકેદાર પરિણામ બદલ શાળા પરિવાર દ્વારા તમામ તેજસ્વી તારલાઓને અને તેમના વાલીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે….

સ્કુલની વિશેષતાઓ…
• નિષ્ણાંત શિક્ષકો…
• અભ્યાસ ઉપરાંત સહઅભ્યાસિક પ્રવૃતિઓ…
• સાપ્તાહિક પરીક્ષાઓથી સતત મુલ્યાંકન…
• માતા-પિતાને તેમના બાળકની શૈક્ષણિક પ્રગતિ, વર્ગકાર્ય અને ગૃહકાર્યની મેસેજ દ્વારા જાણ…
• પ્રવૃત્તિલક્ષી શિક્ષણ, આનંદદાયી અને ભારમુકત ભણતર…
• વ્યક્તિગત શૈક્ષણિક આયોજન…
• સલામત અને સુરક્ષિત કેમ્પસ
• મોટા અને હવા ઉજાસવાળા વર્ગો
• સતત CCTV સર્વેલન્સ
• તમામ શૈક્ષણિક સાધનોથી સજ્જ સંપૂર્ણ કેમ્પસ…
• વિશાળ રમતગમતનું મેદાન
• સ્કૂલ બસની સુવિધા…

ફૈઝ સ્કુલ-વાંકાનેર : S.S.C. Result 2026
ધોરણ-10 માં સંસ્થામાં અભ્યાસ કરતા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓનું અદભૂત પરિણામ…
કુલ વિદ્યાર્થીઓની સંખ્યા = 38
પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા = 38
90 થી વધુ PR અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ = 07
90 થી વધુ ટકા અને A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ = 04
ફૈઝ સ્કુલ-વાંકાનેર ; H.S.C પરિણામ (MARCH–2026)…
ધોરણ-12 કોમર્સમાં સંસ્થામાં અભ્યાસ કરતા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓનું અદભૂત પરિણામ…
વિદ્યાર્થીઓની સંખ્યા = 25
પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા = 25
90 થી વધુ PR મેળવનાર = 06
90 થી વધુ ટકા મેળવનાર = 03
A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી = 02
A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી = 03

કે.જી. (K.G.) થી ધોરણ 9 અને ધોરણ 11 માં એડમિશન ઓપન…


