હ. બાલાપીર (રહે.) મોમીન બૈતુલમાલ ટ્રસ્ટ-વાંકાનેર દ્વારા સંચાલિત પીર મશાયખ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે તેના નવા બિલ્ડીંગના પાયાનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું. મોમીનશાહ બાવા દરગાહ શરીફ-ચંદ્રપુરના સજ્જાદાનશીન અલ્હાજ પીર સૈયદ વિજારતહુશેન બાવા સાહેબની દુઆ સાથે આ કામની શરૂઆત કરેલ છે. જેમાં વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવિદ પીરઝાદા તથા મિરુમિયા બાવા દરગાહના સજ્જાદાનશીન પીર સૈયદ શાઇરઅહેમદ બાવાના હસ્તે નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરી પાયો નાખવામાં આવ્યો હતો.
આ તકે ઈરફાન પીરઝાદા, મોઈન પીરઝાદા, શકીલએહમદ પીરઝાદા, ટ્રસ્ટના પ્રમુખ મીમનજી હાજી, ઉપપ્રમુખ જલાલભાઈ પિંડાર, અન્ય તમામ ટ્રસ્ટીગણ તેમજ હોસ્પિટલ સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા..

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી અને પીરો મુર્શીદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબ (રહે.) નું એક ઉમદા સ્વપ્ન હતું કે, સમાજના લોકોને અદ્યતન હોસ્પિટલની અને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થાય, તેમના આ વિચાર અને સેવાકાર્યને પરિપૂર્ણ કરવાના હેતુથી ગત રમઝાન માસ દરમિયાન સમગ્ર મોમીન સમાજના આર્થિક સહયોગથી આ ભગીરથ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે.

સમાજના ઉત્સાહ અને દાતાઓના સાથ-સહકારને જોતા ભવિષ્યમાં પણ સૌના સહયોગથી આ હોસ્પિટલના નિર્માણનું કાર્ય સફળતાપૂર્વક અને જલ્દી જ પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





