વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે પ્રેમ પ્રકરણ મામલે સગા માતા-પિતા અને બહેને સાથે મળી સગીર વયની દીકરીને નિંદરમાં જ ઓશીકાથી મુંગો તથા દુપટ્ટાથી ગળેટુંપો દઈ હત્યા કરી નાખવાનો બનાવ સામે આવ્યો હોય, જેમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરતા આ બનાવમાં સગીરાની હત્યા કરનાર આરોપી પિતાની ધરપકડ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા મહેશભાઇ રવીરામભાઇ ગોંડલીયાની પુત્રી 16 વર્ષીય સગીર પુત્રી રીંકલનું તા. 26ના રોજ મોત થયું હોય, જેમાં મૃતકના ગળા ઉપર ઇજાના નિશાન દેખાતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં સગીરાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા બાદ પોલીસ પુછપરછમાં ભાંગી પડેલા પિતાએ હત્યાની કબૂલાત આપી હતી….
આ બનાવમાં મૃતકના માતા-પિતા અને બહેને મળી પ્રેમ પ્રકરણ મામલે રિંકલ સુઈ ગયા બાદ હાથ, પગ પકડી રાખી મોઢા ઉપર ઓશીકાથી મુંગો તથા દુપટ્ટાથી ગળેટૂંપો દઇ હત્યા કરી હોવાનો ખુલાસો થતાં પોલીસે આરોપી પિતા મહેશભાઇ રવીરામભાઇ ગોંડલીયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp