વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ એક સિરામિક ફેકટરીમાં રહી કામ કરતા પરપ્રાંતિય યુવાને તેના સાળાને ઉછીના પૈસા આપ્યા હોય, જે પરત માંગતા આ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં લાગી આવતાં પરણીતાએ ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ બ્રાવેટ સિરામિક ફેકટરીમાં રહી કામ કરતા મૂળ મધ્યપ્રદેશ વતની દિનેશભાઇ વર્માએ તેના સાળાને ઉછીના પૈસા આપેલ હોય, જે પરત માંગતા દિનેશભાઇ અને તેના પત્ની રાધાબેન વચ્ચે બોલાચાલી થઈ હોય, જેમાં આ બાબતનું લાગી આવતા રાધાબેન દિનેશભાઇ વર્માએ ખાટલની મજબૂત પાટી વડે પંખાના હુકમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp