વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ પાસેથી પસાર થતી એક છકડો રીક્ષાને પરપ્રાંતિય ટ્રક ચાલકે હડફેટે લઇ ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડો રિક્ષામાં મુસાફરી કરતા પિતા-પુત્રને ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવ મામલે ઇજાગ્રસ્તની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક હાઇવે પર ઓવરબ્રિજ પાસેથી પસાર થતી એક છકડો રિક્ષાને ટાટા કંપનીના ટ્રક નંબર RJ 14 GP 8721ના ચાલકે હડફેટે લઈ સાઈડમાંથી ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડો રિક્ષામાં બેઠેલા અનીલભાઇ રઘુભાઇ સોવસીયા અને તેમના પિતા રઘુભાઇ સોવસીયા રોડ પર પડી જતાં તેમને ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માતમાં અનીલભાઈને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમના પિતા રઘુભાઇ સોવસીયાને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવ મામલે અનિલભાઈની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp