Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ધમલપર ગામે ગામતળની તપાસ કરવા ગયેલ ગ્રામ પંચાયત બોડીના સભ્યને જાનથી...

    વાંકાનેરના ધમલપર ગામે ગામતળની તપાસ કરવા ગયેલ ગ્રામ પંચાયત બોડીના સભ્યને જાનથી મારી નાખવાની ધમકી….

    વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતે ગ્રામ પંચાયતની બોડી દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કર્યા બાદ ગામતળની સ્થળ તપાસ કરવા જવા બાબતે બે શખ્સો દ્વારા ગ્રામ પંચાયતના સભ્યને કાયદેસરની કાર્યવાહી કરવાની મનાઇ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાબતે વાંકનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ધમલપર ગામ ખાતે રહેતા ફરિયાદી રવીભાઈ મંગાભાઈ જીંજરીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી યાસીનભાઈ મામદભાઈ દેકાવાડીયા અને ઈમરાનભાઈ રસુલભાઈ દેકાવાડીયા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ગ્રામ પંચાયતના સભ્ય હોય જેમાં સરપંચ, મંત્રી સહિત સમગ્ર બોડી દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ગામતળની જાહેર હરાજી કરી નિકાલ કરવાનો ઠરાવ કરી,

    ગામના બસ સ્ટેન્ડ નજીક થાન રોડ પર સ્થળ તપાસ માટે જતા ઉપરોક્ત બંને આરોપીઓ ત્યાં આવી ‘ આમારા વાડા તથા સાબુના કારખાના પર કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરશો, તો ભીસડા ખેરવી નાંખીશું ‘ તેમ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી બાબતે આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!