વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં વાડીમાં ઢોર ચરાવવા બાબતે માથાકુટ થતાં લાકડીઓ ઉડી હતી, જેમાં બાબતે સમજાવવા ગયેલ આધેડ તથા તેના નાના ભાઈ પર ત્રણ શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો, જેથી આ બનાવમાં ઇજાગ્રસ્ત આધેડએ વાંકાનેર તાલુકા પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે રહેતા ફરિયાદી ધનાભાઇ ખેંગારભાઈ ફાંગલીયા (ઉ.વ. ૫૫)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી વિહાભાઈ સતાભાઈ પાંચિયા, શૈલેષભાઈ હિરાભાઈ પાંચિયા અને જયેશભાઇ વિહાભાઈ પાંચિયા (રહે. ત્રણેય પાંચદ્રારકા) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના નાના ભાઈ જીવણભાઈને ગામની આહોર સીમમાં ઢોર ચરાવવા બાબતે આરોપીઓ સાથે માથાકુટ થઇ હોય,
જેથી ફરિયાદી બાબતે સમજાવવા જતાં ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરિયાદી તથા સાહેદ પર લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો, જેથી ઇજાગ્રસ્તોને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ ફરિયાદીએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો સામે આઇપીસી કલમ 323, 324, 506(2), 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD