વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે આજે પુનઃ પીવાના શુદ્ધ મીઠાં પાણીની માંગ પારાયણ સર્જાઇ હતી, જેમાં ગ્રામજનો ફરી એકવાર રોડ પર ઉતરી આવી વાંકાનેર-જડેશ્વર મુખ્ય માર્ગ બંધ કરી દેતાં ચક્કાજામ સર્જાયો હતો, જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો હેરાનપરેશાન થઈ ગયા હતા, જેમાં પોલીસની સમજાવટથી બે કલાકે ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની મહિલાઓ દ્વારા થોડા દિવસ પહેલા પિવાન પાણી પ્રશ્ને બેડા સાથે રોડ પર ઉતરી આવી ચક્કાજામ સર્જ્યો હતો, જે બાદ પણ તેમની સમસ્યા હલ ન થતાં આજે પુનઃ ગ્રામજનો ફરી આજ રસ્તે ચાલી ચક્કાજામ સર્જ્યો હતો, જેમાં પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ સીપીઆઇ વી. પી. ગોલની સમજાવટ બાદ બે કલાકની મથામણના અંતે ચક્કાજામ દુર કરાયો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD