વાંકાનેર સીટી પોલીસ દ્વારા નવી રાતીદેવડી ગામે ચાલતા એક જુગારધામ પર દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૮ જેટલા શખ્સોને રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી પાડી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે નવી રાતીદેવડી ગામે દેવીપુજક વાસ પાછળ આવેલ ચેક ડેમ પાસેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). નરેન્દ્રભાઇ હેમરાજભાઇ વોરા, ૨). અરવિંદભાઇ મનજીભાઇ વિકાણી, ૩). પ્રકાશભાઇ વાલજીભાઇ વોરા, ૪). જયંતિભાઇ વિનુભાઇ સોલંકી, ૫). અશ્વિનભાઇ મનુભાઇ વિકાણી, ૬). પવનભાઇ કુવરજીભાઇ વિકાણી, ૭). રણછોડભાઇ પ્રેમજીભાઇ કુકાવા (રહે. બધા રાતીદેવરી), ૮). વિપુલભાઇ ધોધાભાઇ સોલંકી (રહે. નાના મવા, રાજકોટ)ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૦,૨૨૦ ના મુદ્દામાલસાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





