વાંકાનેર તાલુકાના પલાસડી ગામ ખાતે આવેલ દારૂલ ઉલુમ યતિમિયાહ સંચાલિત મોમીન પ્રાયમરી સ્કુલ અને મશાયખી હાઈસ્કૂલનું વર્તમાન વર્ષ 2026 નું S.S.C. (ધોરણ 10) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શાળાએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરતા સળંગ 100% પરિણામ હાંસલ કરીને વાંકાનેર પંથકમાં ભારે ગૌરવ અપાવ્યું છે….

શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્તમ ગુણાંક મેળવીને સંસ્થા તથા પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. જેમાં મૂળ દ્વારકાના વિદ્યાર્થી સુમણીયા તોહિદે 96.66% તથા 99.50 PR સાથે ઉત્કૃષ્ટ ટકાવારી સાથે સમગ્ર શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ૧). લાખા મોઇન ઈમરાનભાઈએ 89.66% તથા 94.93 PR, ૨). લાખા અનુજ અયુબભાઈએ 88.33% તથા 93.62 PR, ૩). ચાનીયા અરમાન આસીફભાઈએ 87.50% તથા 93.73 PR, ૪). શેરસીયા મુજાહીદીન હુશેનભાઈએ 83.00% તથા 87.45 PR, ૫). ખોરજીયા કબીર ઉસ્માનગનીએ 83.00% તથા 87.45 PR મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે...

વિદ્યાર્થીઓએ મેળવેલી આ જ્વલંત સફળતા બદલ શાળાના સંચાલક મંડળ, આચાર્યશ્રી અને શિક્ષકગણ દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ સાથે જ સંસ્થા દ્વારા આગામી નવા શૈક્ષણિક વર્ષ માટે એડમિશનની પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં સંસ્થામાં ધોરણ 6 થી 9 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે વાલીઓ પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગતા હોય તેઓ નીચે આપેલા સરનામે અથવા ફોન નંબર પર સંપર્ક કરી શકે છે…


