વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે આવેલ શ્રી ભાટીયા સોસાયટી કુમાર પ્રાથમિક શાળાના નવા બનતા બિલ્ડીંગનું ખાત મુહુર્ત વિદ્યાર્થીઓના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાર્થિવ, અશરફ, હિરેન, ઋષિત, માનવ સહિતના શાળાના નવા બિલ્ડીંગનું ખાત મુહુર્ત કરી કામની શરૂઆત કરવામાં આવી હતી…
આ તકે વાંકાનેર ટીપીઇઓ મંગુભાઇ પટેલ, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહાવીરસિંહ ઝાલા, BRC મયુરસિંહ પરમાર તથા શિક્ષક મંડળીના પ્રમુખ હસુભાઈ, ગામના આગેવાન હરિશ્ચંદ્રસિંહ ઝાલા, મોહનભાઇ ગમોટ, ટીનુભા જાડેજા, કિશોરસિંહ ઝાલા, દુષ્યંત ઠાકર તથા SMCના તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી મનસુખભાઈ વાસિયાણી દ્વારા કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD