
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા માટે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે નવા રાજાવડલા ગામે કેનાલ પાસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડ્યા છે….
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના નવા રાજવડલા ગામે પાણીની કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). અલ્તાફભાઈ આમદભાઇ બ્લોચ, ૨). રમેશભાઈ અમુભાઈ સારલા, ૩). મહેબુબભાઈ આમદભાઈ શેરસીયા,

૪). નજરહુસેન વલીમામદભાઈ શેરસીયા અને ૫). રહીમભાઈ અબ્દુલભાઇ માથકીયાને રોકડ રકમ સહિત કુલ રૂ. ૩૪,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારાની કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




