તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાતાકીય પરીક્ષા પાસ કરી એ.એસ.આઇ. માંથી પી.એસ.આઇ. તરીકે પ્રમોશન મેળવેલ મોરબી જિલ્લાના ત્રણ પીએસઆઇની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, આ સાથે મોરબી જિલ્લામાં સાત નવા પીએસઆઇની નિમણૂક કરવામાં આવી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં રાજ્ય સરકારે ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપ્યું છે, જે તમામ પીએસઆઈને બીજી જગ્યાએ પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફરજ બજાવતા પીએસઆઇ માશાકપુત્રા નજરૂદીન જુસબમિયાને રાજકોટ શહેર તથા ચાવડા જીતેન્દ્રકુમાર હિરજીભાઈ રાજકોટ શહેર અને બ્લોચ મહમદઉસ્માન કાદરબક્ષની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે….
આ સાથે જ ગાંધીધામના મહેશ્વરી વિજયકુમાર ખેતશી, ભુજના સોધમ પેથા કરમણ, ભુજના સેડા પુનશી લાખું, ભુજના અબડા નઝીરહુસેન ઓસમાણ, ભુજના બારોટ ઉમેશ શંભુલાલ, રાજકોટ ગ્રામ્યના જોગેલા દિપક ધીરજલાલ, રાજકોટ શહેરના બોરીચા વનીતાબેન ગીરીશકુમારની મોરબી જિલ્લામાં પીએસઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD