Friday, July 10, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : કોળી કેરિયર એકેડમી દ્વારા આગામી રવિવારે પાંચમો તેજસ્વી વિદ્યાર્થી સન્માન...

    વાંકાનેર : કોળી કેરિયર એકેડમી દ્વારા આગામી રવિવારે પાંચમો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે….

    વાંકાનેર શહેર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમાજના શૈક્ષણિક ઉત્કર્ષ અને પ્રોત્સાહન માટે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેર વિસ્તારના કોળી સમાજના તેજસ્વી તારલાઓ તેમજ વિવિધ સરકારી સેવાઓમાં પસંદગી પામેલા યુવાનો માટે ‘પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ’ આગામી રવિવારે વાંકાનેર શહેરની પટેલ સમાજવાડી ખાતે સવારે ૧૦ વાગ્યે યોજાવા જઈ રહ્યો છે…

    આ પ્રકારના આયોજનનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધે અને તેઓ પણ કારકિર્દી ક્ષેત્રે ઊંચી ઉડાન ભરી શકે તે માટે પ્રેરણા પૂરી પાડવાનો છે. આ ગૌરવશાળી પ્રસંગે કોળી સમાજના અગ્રણીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે એકેડેમી દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!