વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે અમુક શખ્સો શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય બે શખ્સો પોલીસને જોઈ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે આરોપી બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઇ ભાલીયાના ઘર પાસે શેરીમાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા દીનેશભાઇ ભવાનભાઇ મકવાણા (ઉ.વ. ૩૫ રહે હાલ મોરબી રોડ, જકાતનાકા પાસે, શીવ પાન વાળી શેરી, જલારામ સોસાયટી, રાજકોટ. મુળ ગામ કોઠારીયા તા.વાંકાનેર) અને બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઇ ભાલીયા (ઉ.વ. ૨૪ રહે.ભલગામ)ને રોકડ રકમ રૂ. 2700 તથા એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 7,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા,
જ્યારે આ બનાવમાં અન્ય બે શખ્સો આરોપી ગડો પોપટભાઇ ભાલીયા (રહે.ભલગામ) અને ગોપાલ દેવશીભાઇ ભાલીયા (રહે.ભલગામ) પોલીસને જોઇ સ્થળ પરથી નાસી જતાં પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD