
વાંકાનેર તાલુકાના ખખાણા ગામે અઠવાડિયા અગાઉ રસ્તા પર ગારો-કીચડ ઉડવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ એક મહિલાના ઘરે જઈ હંગામો મચાવી બે મહિલાઓ પર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ખખાણા ગામે રહેતા ફરીયાદી હેતલબેન અનિલભાઈ ઠોરિયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). સુરેશ ગોવિંદભાઇ ગોધાણી, ૨). સંજય સંગ્રામભાઈ ગોધાણી, ૩). કરણ સંગ્રામભાઈ ગોધાણી અને ૪). રવિ સંગ્રામભાઈ ગોધાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, અઠવાડિયા પૂર્વે રસ્તા પર ગારો-કીચડ ઉડવા જેવી બાબતે આરોપીઓ સાથે સામાન્ય બોલાચાલી થઈ હોય,

જે વાતનો ખાર રાખી આરોપીઓ ફરિયાદી હેતલબેનના ઘરે ધસી આવી ઝઘડો શરૂ કરતા ઝઘડો શાંત પાડવા માટે સાહેદ રતનબેન વચ્ચે પડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ રતનબેન અને ફરિયાદી હેતલબેન – બંને મહિલાઓ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારી તેમજ ઘર પાસે પાર્ક કરેલી સ્કૂટીમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતા, જેથી આ મામલે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



