Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારમુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનાર મહારાષ્ટ્રના કથાકાર વિરૂદ્ધ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી...

    મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનાર મહારાષ્ટ્રના કથાકાર વિરૂદ્ધ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….

    વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી પયગંબર સાહેબ સામે ટિપ્પણી કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી….

    મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા‌ દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોય, જેની સામે આજરોજ વાંકાનેર વિસ્તારની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક તથા રાજકીય આગેવાનો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે….

    બાબતે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગત તા‌. ૧૮ ના રોજ મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ (રહે. શ્રી રામપુર, વન્જાર ગામ, ઔરંગાબાદ) દ્વારા તેની મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ ગામે એક કિર્તન સભા‌ દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિરૂદ્ધ અપમાન જનક ટીપ્પણીઓ કરવામાં આવી હોય, જેનાથી કથાકાર ૨ામગીરી માહારાજે સમ્રગ દેશમાં મુસ્લીમો અને ઈસ્લામ ધર્મ વીરૂધ્ધ દ્વેષની લાગણી ફેલાવીને વિવિધ સમુદાયો વચ્ચે વેરભાવના ઉભી કરી દેશની શાંતી તથા કાયદો વ્યવસ્થાને ડહોવાનો પ્રયત્ન કર્યો છે,

    ત્યારે દુષપ્રચાર કરનાર કથાકાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા વાંકાનેરના દારૂલ ઉલુમ ગૌષે સમદાની-પીપળીયારાજ, દારૂલ ઉલુમ યતીમીયા-પલાસડી, દારૂલ ઉલુમ નુરીયા રઝવીયા-વાલાસણ, દારૂલ ઉલુમ હકકાનીયા-ખીજડીયા, દારૂલ ઉલુમ મોઇનુદ્દીન ચિશ્તી-વીડીભોજપરા, દારૂલ ઉલુમ ખતીજતુતાહેરાલીલ બનાત-પ્રતાપગઢ, દારૂલ ઉલુમ ફાતેમતુઝોહરાલીલ બનાત-પાંચદ્રારકા સહિતની ધાર્મિક સંસ્થાઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત સાથે માંગ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!