Monday, October 19, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના લાકડધાર ગામે બાળકોના સામાન્ય ઝઘડામાં મોટી બબાલ : પિતા-પુત્ર પર 4...

    વાંકાનેરના લાકડધાર ગામે બાળકોના સામાન્ય ઝઘડામાં મોટી બબાલ : પિતા-પુત્ર પર 4 શખ્સોનો હુમલો….

    બાળકો વચ્ચેની નાની બાબતો કેટલીકવાર મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આવો જ એક બનાવ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે સામે આવ્યો છે. જ્યાં સ્કૂલમાં બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને ૪ શખ્સોએ એક આધેડ અને તેમના પુત્ર પર લાકડીઓ વડે હુમલો કરી માર મારી ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે પોલીસે ૪ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના લાકડધાર ગામે રહેતા ફરીયાદી મગનભાઈ ભલાભાઈ અણીયારીયા (ઉ.વ. ૫૦)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). બાબુ સાદુર માલકીયા, ૨). મહેશ રાજુ માલકીયા, ૩). રણજીત સાદુર માલકીયા અને ૪). કેતન વલ્લભ માલકીયા (રહે બધા લાકડધાર) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના ૮ વર્ષના પૌત્ર અને આરોપી બાબુ સાદુર માલકીયાના ભાઈ કાનાભાઇના દીકરા વચ્ચે સ્કૂલમાં કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બાળકો વચ્ચેના આ ઝઘડાની દાઝ રાખીને ગત ૧૭ની રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ જ્યારે મગનભાઈ ગામમાં આવેલા રામાપીરના મંદિરે હતા, ત્યારે આરોપી બાબુ સાદુર અને મહેશ રાજુ માલકીયાએ તેમની સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી…

    આ બોલાચાલી બાદ મગનભાઈ ત્યાંથી માતાજીના મઢે ગયા હોય જ્યાં ચારેય આરોપીઓ ત્યાં ધસી આવી “તું મારા ભાઈ બાબુ સામે કેમ પેતરા મારતો હતો” તેમ કહીને ફરીથી ઝઘડો શરૂ કરી રણજીતે મગનભાઈને માથાના ભાગે લાકડી ફટકારી દીધી હતી, જેના કારણે તેમને માથામાં ટાંકા લેવા પડે તેવી ગંભીર ઈજા પહોંચી હતી. પિતા પર હુમલો થતો જોઈ તેમનો દીકરો દશરથ વચ્ચે પડતાં આરોપી કેતને તેને પણ ઢીકા-પાટુનો માર માર્યો હતો…

    ઝઘડાની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ જતાં ચારેય આરોપીઓ નાસી છૂટ્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા મગનભાઈને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મગનભાઈ અણીયારીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!