
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ પાસે આવેલ કારખાનામાં મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની એક યુવાન શ્રમિકનું અકસ્માતે ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવવાથી વીજશોક લાગતા કરૂણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે અન્ય શ્રમિકોમાં શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે….

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે આવેલા મલ્ટીસ્ટોન ગ્રેનાઈટ કારખાનામાં મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના વતની રવિકુમાર રમેશચંદ્ર ગેહલોત નામના યુવાન શ્રમિક તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય દરમ્યાન કારખાનામાં હોપર પર કામ કરતી વેળાએ હાથમાં રહેલી લોખંડની પાવડી નીચે મૂકવા જતા જીવંત ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી જતાં રવિકુમારને જોરદાર વીજશોક લાગતા તેનુ મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



