શ્રાવણ મહિનો શરૂ થતાં જ વાંકાનેર વિસ્તારમાં જુગાર પટ ખુલી ગયા હોય તેમ રોજબરોજ પોલીસ જુગારીઓ સામે કાર્યવાહી કરી રહી છે, જેમાં વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ શહેરના શિવપાર્ક તથા વાલાસણ ગામે જુગારના બે અલગ-અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા નવ પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા…
પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરની શિવપાર્ક સોસાયટીમાં શેરી નં. ૪ ખાતે દરોડો પાડી આરોપી ૧). નિલેશભાઇ મેણશીભાઇ કરગઠીયા, ૨). ધર્મેશભાઈ મહેશભાઈ રામાવત, ૩). અજયભાઈ વાસુદેવભાઈ અગ્રાવત, ૪). મહેશભાઈ આત્મારામભાઈ રામાવત અને ૫). હાર્દિકસિંહ વિજયસિંહ ઝાલાને રોકડ રકમ રૂ. 17,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા….
બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે વાલાસણ ગામે દેવીપુજક વાસમાં કુવા પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમતા આરોપી ૧). તોફાનભાઇ બચુભાઇ ફુલતરીયા, ૨). પીન્ટુભાઇ માનસીંગભાઇ ફુલતરીયા, ૩). ભોલાભાઇ ઉર્ફે ઢોલો ધનજીભાઇ ફુલતરીયા અને ૪). કરણભાઇ વિક્રમભાઇ ફુલતરીયાને રોકડ રકમ સહિત કુલ રૂ. 7,230 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….