Sunday, October 18, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર મામાના ઘરે આંટો મારવા આવેલા ૧૫ વર્ષીય કિશોરનું...

    વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર મામાના ઘરે આંટો મારવા આવેલા ૧૫ વર્ષીય કિશોરનું તાવ આવ્યા બાદ મોત….

    વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં પોતાના મામાને ત્યાં આંટો મારવા આવેલા મૂળ ઝારખંડના એક ૧૫ વર્ષીય કિશોરનું બીમારી બાદ અચાનક બેભાન થઈ જવાથી મોત નીપજ્યું છે. સારવાર મળે તે પહેલાં જ કિશોરનું મોત થતાં શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે….

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલી ગ્રેસ સિરામિક કંપનીના લેબર ક્વાર્ટરમાં મૂળ ઝારખંડનો વતની જગદીશ અર્જુનભાઈ તામસોય (ઉંમર વર્ષ ૧૫) નામનો કિશોર તેના મામાના ઘરે થોડા સમય માટે આંટો મારવા માટે આવ્યો હતો. દરમિયાન છેલ્લા ત્રણ-ચાર દિવસથી જગદીશને તાવ આવતો હોય જેના કારણે તેની તબિયત નાદુરસ્ત રહેતી હતી અને તે નબળાઈ અનુભવી રહ્યો હતો.

    બીમારી વચ્ચે અચાનક જ આ કિશોરની તબિયત વધુ લથડી હતી અને તે એકાએક બેભાન થઈ ગયો હતો. કિશોર અચાનક ઢળી પડતા ગભરાયેલા પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે કમનસીબે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના હાજર તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. મામાના ઘરે હરવા-ફરવા અને મળવા આવેલા યુવાન વયના ભાણેજના આકસ્મિક મોતથી પરિવારજનોમાં ભારે કલ્પાંત છવાઈ ગયો હતો. હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!