Sunday, November 1, 2026
More
    HomeUncategorizedવાંકાનેરમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે ભવ્ય 'એકતા પરેડ' યોજાઈ....

    વાંકાનેરમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે ભવ્ય ‘એકતા પરેડ’ યોજાઈ….

    રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના ઉમદા આશયથી વાંકાનેર નગરપાલિકા દ્વારા ગઈકાલે શહેરમાં શાનદાર ‘એકતા પરેડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરેડ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ અને વડાપ્રધાનશ્રીના સંબોધનનું લાઈવ પ્રસારણ પણ યોજાયું હતું….

    આ એકતા પરેડમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, ડીવાયએસપી સમીર સારડા, પાલિકાના સદસ્યો તેમજ વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા. વહીવટી અને સુરક્ષા તંત્ર તરફથી ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સ્ટાફ, નગરપાલિકાના ચીફ ઓફિસર અને સરકારી કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત શાળાના સંચાલકો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને આ પરેડમાં જોડાયા હતા, જેણે રાષ્ટ્રીય એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
    પરેડનો રૂટ શહેરના મુખ્ય માર્ગોને આવરી લેતો હતો. દિવાનપરાથી શરૂ થયેલી આ પરેડ કુંભારપરા, સિંધાવદર દરવાજા, જૂની પોલીસ ચોકી, મેઈન બજાર, પ્રતાપ ચોક અને માર્કેટ ચોક થઈને ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી.

    ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે પરેડના સમાપન બાદ એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ઉપસ્થિત સૌ કોઈ માટે વડાપ્રધાનના સંબોધનનું લાઈવ પ્રસારણ નિહાળવાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વાંકાનેર નગરપાલિકાના આ આયોજનમાં લોકપ્રતિનિધિઓ, પોલીસ વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ અને નગરજનોની બહોળી સહભાગિતાથી સમગ્ર શહેરમાં રાષ્ટ્રીય અખંડિતતા અને દેશભક્તિનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!