
વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામે રહેતા એક ૪૦ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર વાડીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામે રહેતા ભરતભાઈ છનાભાઈ ધરજીયા (ઉ.વ. ૪૦) નામના યુવાને ગઈકાલ સાંજના સમયે ગામની સીમમાં આવેલી વાડીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગેની વધુ તપાસ ચલાવી રહી છે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t




