
વાંકાનેર શહેરમાં પડેલા અતિભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાઈ જવાના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશો માટે રસોઈ બનાવવી પણ અશક્ય બની ગઈ હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોના વહારે આવીને વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા પ્રશંસનીય માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું હતું…


શહેર યુવા ભાજપની ટીમ દ્વારા ત્વરિત ધોરણે તૈયાર ભોજન તેમજ ફૂડ પેકેટ્સ બનાવીને અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોના ઘરો સુધી પહોંચાડી વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાહત અને વિતરણ કાર્યક્રમમાં જયેન્દ્રસિંહ ઝાલા (જિલ્લા યુવા ઉપપ્રમુખ), વિજયભાઈ પારઘી (જિલ્લા યુવા મોરચા કારોબારી સભ્ય), નીતેશભાઈ પાટડિયા (વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ), હાર્દિક સોલંકી (વાંકાનેર શહેર યુવા મોરચા મહામંત્રી), ક્રિપાલસિંહ રાયજાદા (વાંકાનેર શહેર યુવા મોરચા મહામંત્રી) સહિત યુવા મોરચાના ઉત્સાહી કાર્યકર્તાઓઅ સહયોગ આપ્યો હતો…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


