
વાંકાનેર પંથકમાં શનિવારે વહેલી સવારથી શરૂ થયેલ વરસાદ સમગ્ર પંથકમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવવા અને નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં વાંકાનેર પંથકમાં આજે સવારે ૮ વાગ્યા સુધીમાં 4.5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયાના સમાચાર સામે આવ્યા છે. હાલ કંટ્રોલ રૂમ ખાતે કોઈ મોટી દુઘર્ટના કે નુકસાનીના સમાચારો સામે આવ્યા નથી, પરંતુ ઘણી જગ્યાએ વિજળી પડવા, દિવાલો ધરાશાયી થવી, પાણી ભરાવા સહિતના સમાચાર મળી રહ્યા છે…
વાંકાનેર પંથકની જીવાદોરી સમાન મચ્છુ ૧ ડેમની વિગકો જોઈએ તો છેલ્લા ૨૪ કલાકમાં ડેમ સાઈટ પર ઓછા વરસાદના કારણે હાલ ડેમમાં 1300 ક્યુસેક જેટલા પાણીની નહિવત આવક જોવા મળી રહી છે, જ્યારે ડેમની કુલ સપાટી 37.53 ફુટ નોંધાઇ છે. આ સાથે જ ડેમ સાઈટ પર સમગ્ર સિઝનમાં કુલ 13 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે….

છેલ્લા 24 કલાકમાં વાંકાનેર વિસ્તારમાં પડેલા વરસાદની વિગતવાર વાત કરીએ તો વાંકાનેર શહેરી વિસ્તારમાં સવારે ૮ વાગ્યા સુધીમાં કુલ 4.5 ઇંચ(115 મીમી) વરસાદ નોંધાયો છે. જેમાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં 5 થી 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાની વિગતો મળી રહી છે, જ્યારે સીઝનનો કુલ વરસાદ 17.83 ઈંચ (453 મીમી) નોંધાયો છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




