
વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે ડેમી નદીના કોઝવે પર સીએનજી રિક્ષા તણાઈ જવાની કરુણ દુર્ઘટનામાં પિતા બાદ હવે તેમના 5 વર્ષીય માસૂમ પુત્રનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ૨૪ કલાકથી વધુ સમય સુધી ચાલેલા સઘન સર્ચ ઓપરેશન બાદ તંત્ર અને તરવૈયાઓની ટીમને બાળકની લાશ મળી આવી હતી. એક જ પરિવારના પિતા-પુત્ર બંનેના અકાળે અવસાનથી સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે….


રાજકોટના હડાળા ગામના પાટીયા પાસે રહેતા સિરાજભાઈ ખમીશાભાઈ સંધી (ઉ.વ. ૩૮) પોતાના 5 વર્ષના પુત્ર કાસીમ સાથે સીએનજી રિક્ષામાં કાગદડીથી કોટડાનાયાણી તરફ આવી રહ્યા હોય દરમિયાન ડેમી નદીના કોઝવે પર વહી રહેલા પાણીના તીવ્ર પ્રવાહમાં રિક્ષા અચાનક તણાઈ ગઈ હતી. ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકો અને તંત્રની ટીમ દ્વારા હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન પિતા સિરાજભાઈનો મૃતદેહ થોડા જ સમયમાં મળી આવ્યો હતો. જોકે, ૪ વર્ષનો કાસીમ પાણીના પ્રવાહમાં લાપતા બન્યો હતો…

સ્થાનિક ગોતાખોરો અને તંત્ર દ્વારા સતત ૨૪ કલાકથી વધુ સમય સુધી નદીના વહેણમાં ભારે મથામણ કરવામાં આવી હતી. આખરે ૨૪ કલાક બાદ માસૂમ કાસીમનો નિર્જીવ દેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોતાના વહાલસોયા પિતા અને 5 વર્ષના બાળકના મૃતદેહ જોતાં જ પરિવારજનો ભાંગી પડ્યા હતા અને તેમના કરુણ આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



