Tuesday, July 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની એલ. કે. સંઘવી શાળા ખાતે ‘બેટી બચાવો, બેટી ભણાવો’ અંતર્ગત જાગૃતિ...

    વાંકાનેરની એલ. કે. સંઘવી શાળા ખાતે ‘બેટી બચાવો, બેટી ભણાવો’ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો….

    વાંકાનેર સ્થિત શ્રીમતી એલ. કે. સંઘવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ‘બેટી બચાવો, બેટી ભણાવો’ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓ માટે એક ખાસ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં POCSO એક્ટ, સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ તેમજ બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ જેવા મહત્વપૂર્ણ વિષયો પર દિકરીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું…

    સેમિનાર દરમિયાન સામાજિક કાર્યકર રંજનબેન મકવાણાએ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને અત્યંત સરળ અને સમજાય તેવી ભાષામાં સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. આ ઉપરાંત તેમણે POCSO એક્ટની જોગવાઈઓ, સ્વ-સુરક્ષા તેમજ બાળલગ્ન અટકાવવા માટેના કાયદાકીય પાસાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકીએ સરકાર દ્વારા બાળકીઓના કલ્યાણ, શિક્ષણ અને આરોગ્ય માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.

    શાળાના આચાર્ય દર્શનબેન જાનીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દીકરીઓમાં કાયદાકીય જાગૃતિ આવે અને તેઓ સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!