
વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં ઘર પાસે કચરો ફેંકવા જેવી મામુલી બાબતમાં પાડોશમાં રહેતા શખ્સે વયોવૃદ્ધ પર લોખંડના ધારીયા વડે ઘાતકી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે…

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના લુણસર ગામે રહેતા ફરિયાદી રમેશભાઈ ધ્રાંગીયા સાથે રહેતા અને ભોગ બનનાર રાજાભાઈ વિહાભાઇના ઘર નજીક આરોપી દેવશીભાઇ ગમારા દ્વારા છાશની થેલી તેમજ વધેલી ખીચડી ફેંકવામાં આવી હોય જે બાબતે વિરોધ દર્શાવતા આરોપી ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી લોખંડના ધારીયા વડે રાજાભાઈ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી, જેથી આ બનાવ અંગે રમેશભાઈ ધ્રાંગીયાની ફરિયાદના આધારે પોલીસે આરોપી દેવશીભાઇ ગમારા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t
https://chat.whatsapp.com/L95Y7pqXk9NAIIl09cZohq



