

વાંકાનેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજ સવારથી પડી રહેલા અતિભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો તેમજ ગ્રામીણ પંથકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ કટોકટીની ઘડીમાં મુશ્કેલીમાં મુકાયેલા સ્થાનિક નાગરિકો અને અસરગ્રસ્તોની તાત્કાલિક મદદ માટે વાંકાનેર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અસરગ્રસ્તોને ભોજન, પીવાનું ચોખ્ખું પાણી, સુરક્ષિત સ્થળે સ્થળાંતર અને તબીબી સહાય મળી રહે તે હેતુથી જવાબદાર આગેવાનોના ઈમરજન્સી મોબાઈલ નંબરોની યાદી જાહેર કરવામાં આવી છે….

વાંકાનેર પંથકના તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, નદી-નાળા કે વોંકળા ઓળંગવાનું ટાળવા અને કોઈપણ મુશ્કેલીના સમયે જાહેર કરેલા નંબરો પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t







